જમ્મુ અને કાશ્મીરના બડગામમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા
જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈનિકો સતત આતંકીઓનો ખાતમો કરી રહ્યાં છે. કાશ્મીર ખીણમાંથી આતંકવાદનો સફાયો કરવા માટે બહાદુરીથી સુરક્ષાદળો અભિયાન ચલાવી રહ્યાં છે. આ બધા વચ્ચે સુરક્ષાદળોએ આજે ઈતિહાસ રચીને લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકવાદી સહિત ચાર આતંકવાદીની ધરપકડ કરી છે.
Trending Photos
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સૈનિકો સતત આતંકીઓનો ખાતમો કરી રહ્યાં છે. કાશ્મીર ખીણમાંથી આતંકવાદનો સફાયો કરવા માટે બહાદુરીથી સુરક્ષાદળો અભિયાન ચલાવી રહ્યાં છે. આ બધા વચ્ચે સુરક્ષાદળોએ આજે ઈતિહાસ રચીને લશ્કર એ તૈયબાના ખૂંખાર આતંકવાદી સહિત ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. સૌથી મોટી વાત એ છે કે પકડાયેલા આતંકીઓમાં લશ્કર એ તૈયબાનો મુખ્ય સહયોગી વસીમ ગની પણ સામેલ છે. સુરક્ષાદળોને આ સફળતા બડગામમાં મળી છે. ઈન્ડિયન આર્મીની 53-આર આર (રાષ્ટ્રીય રાયફલ્સ) અને બડગામ પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં લશ્કર એ તૈયબાના એક મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ રવિવારે બડગામ જિલ્લાના બીરવા વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને ભારતીય સેનાના જોઈન્ટ ઓપેરશનમાં આ કાર્યવાહીને અંજામ અપાયો. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરીને સર્ચ અભિયાન ચલાવ્યું અને ચાર આતંકીઓને જીવતા દબોચ્યા. જેમાંથી એક લશ્કર એ તૈયબા આતંકી જૂથનો ટોપ મોસ્ટ આતંકી વસીમ ગની પણ સામેલ છે.
Budgam Police and Indian Army's 53RR has arrested a top LeT terror associate Wasim Ganie of Beerwah along with 3 over ground workers. This group was involved in providing shelter and logistic support to terrorists in the area: Jammu and Kashmir Police
— ANI (@ANI) May 24, 2020
પકડાયેલા અન્ય 3 લોકો વિસ્તારમાં આતંકવાદીઓને આશરો ઉપલબ્ધ કરાવતા હતાં. આ સાથે જ વિસ્તારમાં દહેશત ફેલાવવામાં મદદ કરતા હતાં. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક દિવસોથી ઘાટીમાં પાકિસ્તાની આતંકીઓ કોઈ મોટી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં.
આ અગાઉ પણ સુરક્ષાદળોએ 16મી મેના રોજ બડગામના અરિજલ ખાનસૈબ વિસ્તારમાં એક સુરંગની ભાળ મેળવી હતી. આ સાથે જ લશ્કર એ તૈયબાના મદદગાર ઝહૂર વાની સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. ત્યારથી પોલીસ અને આર્મીને આ લોકોના સાથીઓની તલાશ હતી.
પોલીસે જણાવ્યું કે આ સુરંગ આતંકવાદી ઝહૂર વાનીના ઘરની ખુબ નજીક હતી. આતંકવાદીઓ તેનો ઉપયોગ ભાગવામાં અને સુરક્ષાદળોથી બચવા માટે કરતા હતાં. સુરંગમાંથી ઢગલો સામાન મળ્યો હતો અને આતંકીઓ અનેક દિવસથી ત્યાં રોકાયેલા હતાં. આ સુરંગ ઝહૂર વાનીના ઘરથી લગભગ 500 મીટર દૂર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે